Hymn No. 1778 | Date: 18-Mar-1989
|
|
Text Size |
 |
 |
જમાને જમાને, જગમાં જમાના તો બદલાતા ગયા (2) હતો જમાનો તો એવો, કહ્યું મા-બાપનું તો સંતાનો કરતા આવી ગયો જમાનો એવો, ધાર્યું સંતાનનું તો મા-બાપ કરતા હતો જમાનો તો એવો, કસોટી સત્યની દેવા, સહુ રાજી રહેતા આવી ગયો જમાનો એવો, કરવા કસોટી સત્યની, સહુ તૈયાર રહેતા હતો જમાનો તો એવો, કસોટી કથીર ને કંચનની, સહજમાં તો થાતી આવી ગયો જમાનો એવો, કુંદનને પણ કસોટી પર ચડાવી દેતા હતો જમાનો તો એવો, જ્ઞાની પાસે મેળવવા જ્ઞાન, સહુ દોડી જાતા આવી ગયો જમાનો એવો, જ્ઞાની લક્ષ્મી પાછળ તો દોડી રહ્યા હતો જમાનો એવો, વેરની હસ્તી પર અંકુશ સહુ રાખી રહેતા આવી ગયો છે જમાનો એવો, વેરને સહુ વહેતા મૂકી રહ્યા હતો જમાનો એવો, પ્રભુને વસાવવા હૈયે, સહુ મથી રહેતા આવી ગયો છે જમાનો એવો, પ્રભુને મંદિરમાં પૂરી રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|