ઝૂમી જા તું, ઝૂમી જા તું, ઝૂમી જા, ઝૂમે છે તો શરાબી શરાબર, તું મસ્ત વિચારોમાં તું ઝૂમી જા
ઝૂમજે એવા વિચારોમાં તું ખાસ, દિલ દે તને એમાં પૂરો સાથ
ભાવે ભાવમાં તું એવો ડૂબી જા, તારા મસ્ત ભાવોમાં તું ઝૂમી જા
નિરાશાઓને દૂર કરીને તું, જીવનની અણમોલ આશામાં તું ઝૂમી જા
નજર મળી જ્યાં એકવાર, તારી એની યાદોની યાદોમાં તું ઝૂમી જા
સંવાદી સૂરો જીવનમાં જગાવી રે, એના સૂરોની મસ્તીમાં તું ઝૂમી જા
આનંદસાગરની લહેરો ઉઠાવીને હૈયે, એના આનંદે આનંદમાં તું ઝૂમી જા
પ્રભુપ્રેમને પ્રભુપ્રેમની મસ્તીમાં સદા, જીવનનાં એમાં તો તું ઝૂમી જા
તારી સાધનામાં મશગૂલ બનીને, જીવનમાં સાધનામાં ને, સાધનામાં તું ઝૂમી જા
રાખજે પ્રભુ વિશ્વાસે હૈયું ભર્યું ભર્યું, પ્રભુ ભક્તિમાં જીવનમાં તું ઝૂમી જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)