મળ્યું જીવનમાં જે-જે માનવને, એની એને કદર નથી
મળ્યું ના જીવનમાં જે-જે, ફરિયાદ એની અટકી નથી
મળી આંખ જીવનમાં જેને, નજર આંધળા પર પડતી નથી
મળ્યા પગ જીવનમાં જેને, પાંગળા નજરે તો પડતા નથી
મળી વાચા જીવનમાં જેને, મૂંગાની વેદનાની ખબર નથી
હાથ વિનાના અનેક જગમાં, હાથથી સુકૃત્ય કરતા નથી
નથી જ્યાં, જાણ સદા એની આવે, છે એનો ઉપયોગ કરતા નથી
કારણ વિના પ્રભુ ના દંડે, આ સ્મરણ ઝાઝું ટકતું નથી
આદિકાળથી આ ચાલ્યું આવે, માનવ એમાં બદલાયો નથી
સુસંસ્કૃત કહેવરાવે માનવ, વૃત્તિ તોય એની બદલાઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)