Hymn No. 1799 | Date: 30-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-30
1989-03-30
1989-03-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13288
વિશ્વાસ રહે ના પ્રભુમાં, રહેશે ચિંતા સદા એને કાલની
વિશ્વાસ રહે ના પ્રભુમાં, રહેશે ચિંતા સદા એને કાલની હશે શ્રદ્ધા પ્રભુમાં આજ, જરૂર એની તો સુધરવાની ભૂતકાળનું ભવિષ્ય તો આજ છે, આજ છે ભવિષ્યનું ભૂતકાળ સુધારવા આજ તારી કસી લે, કમ્મર તારી તું તત્કાળ ભૂલી ગયો ભૂતકાળ તારો, વર્તમાન તો છે રે તારી પાસ વર્તમાન તારું તું સુધારી લે, રચાશે ભવિષ્ય તો એની આસપાસ શ્વાસમાં જ્યાં વિશ્વાસ છે, વિશ્વાસ તો પ્રભુના શ્વાસ છે મૂક્યો વિશ્વાસ પુરો જેણે પ્રભુમાં, પ્રભુ સદા એનો દાસ છે જગમાં જ્યાં શક્તિ ઘટશે, વિશ્વાસ સદા તો શક્તિ પૂરશે કાર્ય કાજે શક્તિ જોશે, શક્તિ વિના ના એ પુરા થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vishvas rahe na prabhumam, raheshe chinta saad ene kalani
hashe shraddha prabhu maa aja, jarur eni to sudharavani
bhutakalanum bhavishya to aaj chhe, aaj che bhavishyanum bhutakala
sudharava aaj taari kasi le, kammara taari
tumala, taari kasi le, kammara taari tumala bhutakala sudharava, bhutakala bhutakuli, paas taari tumuli paas
vartamana taaru tu sudhari le, rachashe bhavishya to eni aaspas
shvas maa jya vishvas chhe, vishvas to prabhu na shvas che
mukyo vishvas puro those prabhumam, prabhu saad eno dasa che
jag maa jya shakti
ghatoshe shakti shakti, shakti kajase, na vishvashe, na e pura thashe
|