કંઈ નથી, કંઈ નથીમાં છે બધું, હટતાં બધું ત્યાં કંઈ નથી
દેખાય આજે, તે ના હતું, દેખાય છે એ રહેવાનું નથી
કંઈકે એને શૂન્ય કહ્યું, કોઈકે એને તો પૂર્ણ કીધું
શૂન્ય કહો કે પૂર્ણ કહો, સમાયું છે એમાં તો બધું
કોઈકે એને આકાશ કહ્યું, કોઈકે એને તો તેજ ગણ્યું
હટતા એમાંથી આવરણ બધા, ત્યાં તો કાંઈ ના રહ્યું
જાગશે આવરણ એમાં ઘણાં, થાશે દૂર જ્યાં એ બધાં
કંઈ નથી તો રહેશે ત્યાં, કાંઈ નથી વિના બીજું કંઈ નથી
કંઈ નથીમાં છે ઘણું, કંઈ નથી તો કોઈ અંત નથી
ઉપર કોઈ નથી, નીચે કોઈ નથી, બહાર કોઈ નથી, અંદર કંઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)