Hymn No. 1808 | Date: 06-Apr-1989
|
|
Text Size |
 |
 |
કુદરત દે છે ઇશારો જગમાં સહુને, સમજુ એ જલદી સમજી જાય કોઈ એને અણસાર ગણે, કોઈ એને પ્રેરણા કહી જાય કોઈ એને ભાવિદર્શન કહે, કોઈ ભવિષ્યવાણી કહી જાય ઘેરાતાં મુશ્કેલીમાં અંધકારે, તેજ સૂચન એ તો દઈ જાય સમજે, વર્તે, ઇશારે એના, મૂંઝવણે માર્ગ તો મળી જાય યાદ કરતા, યાદ આવે, મળ્યા ઇશારા તો જીવનમાં ઘણાં વર્ત્યા જ્યારે જ્યારે એ આધારે, મારગ સરળ બની જાય અહં, અભિમાને, લોભ લાલચે, અટકાવ્યા દ્વાર એના સદાય ત્યજ્યા જ્યાં એ આવરણો, મળ્યો એને તો ત્યાં પ્રકાશ તેજપૂંજ સદા તેજ ફેંકે, ઝીલવો ના ઝીલવો છે આપણે હાથ ભેદભાવ વિના એ મારગ ચીંધે, ચાલવું છે આપણે હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|