રહી નાશવંત દેહમાં, દૃષ્ટિ નાશવંત જોવા ટેવાયેલી છે
દૃષ્ટિ સામે દેખાતા જગને, સાચું માનવા એ ટેવાયેલી છે
રહ્યો છે શાશ્વત પ્રભુ, નાશવંતમાં અવગણના એની થાય છે
જડને આકર્ષણ રહ્યું જડનું, ચેતન ત્યાં તો ભુલાય છે
ચેતનના ફુવારા રહે સદા વહેતા, ના એ ઝિલાય છે
હટે ના નાશવંત દૃષ્ટિમાંથી, ગતિ ચેતનની વિસરાય છે
નાશવંત સાથે છે સહજ સબંધ, ના જલદી એ ભુલાય છે
ચેતનમાં તો ચેતનવંત બની, ચેતનમય તો બનાય છે
પરમાત્મા છે તો ચેતનવંતા, આત્મા ચેતનવંત કહેવાય છે
ચેતનમાંથી જડ જન્મે, ચેતન જ્યાં જડ બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)