સર્જનહાર રે (2), કદી કદી, તારા હિસાબ ના સમજાય
એક જ ગુનાની દે તું આકરી શિક્ષા, બીજો નિર્દોષ છૂટી જાય
તોફાનોમાં ખૂબ ટક્કર ઝીલી, નાવ કિનારે ડૂબી જાય
પ્રેમની વહેતી સરિતામાં, વેરના બીજ ક્યારે રોપાય જાય
જગમાં દાન દેતા હાથ, કદી કદી લેવા મજબૂર બની જાય
એક દિનની મુલાકાત તો, કદી કદી, જનમની પ્રીત બની જાય
વાંકી ચૂકી ચાલ ચાલતા જગમાં, સીધા દોર બની જાય
અંધકારે ના દેખાતો આરો, પણ નાવડી કિનારે પહોંચી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)