દૂર દૂરનું તેજકિરણ, આશાનું બિંદુ બની જાય
જીવનની એક સફળતા, પ્રગતિની કેડી કંડારી જાય
રાહ ભૂલેલા રાહદારીને, જો સાચો રાહબર મળી જાય
મંઝિલે પહોંચશે જલદી, સમય તો બચી જાય
વિકટ કાર્ય જોઈ સામે, જો જે હિંમત હારી જાય
ના વધી શકશે આગળ, રહીસહી હિંમત તૂટી જાય
કુદરતને માનો ન માનો, ફરક એને ન પડે જરાય
પાલન નિયમોનું જે કરશે, ફાયદા એના એ પામી જાય
નાનો અમથો તણખો, ઘાસની ગંજી સળગાવી જાય
એક નાનું પણ તેજકિરણ, પથપ્રકાશ પાથરી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)