મૂંઝાતા આ બાળના રે માડી, મૂંઝારા તું કાપજે
દઈ આશિષ એવી રે માડી, હૈયે શાંતિ સ્થાપજે
ડગલે ડગલે, મુસીબતો તો પગ મરોડે
સરળતાથી ચાલવા એમાં, શક્તિ તારી આપજે
વિચારો ને વૃત્તિના વમળોમાં માડી, ફસાઈ ગયો છું
હાથ ઝાલી મારો રે માડી, બહાર એમાંથી કાઢજે
માન અપમાન ક્રોધે તો, રોક્યા છે મારા રસ્તા રે
બચાવી એમાંથી માડી, રસ્તા મારા કાઢજે
પુણ્ય કેરા ભાથાનાં ફાંફા, પગ પાપમાં પડયા જાય છે
કૃપા વરસાવી તારી રે માડી, પાપમાંથી પાછો વાળજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)