ભક્તિ કેરી જ્યોત જગાવી હૈયે રે માડી, સદા એને જલવા દેજે
પ્રેમ કેરી જ્યોત પ્રગટાવી હૈયે રે માડી, જોજે એને બુઝાવા ના દેજે
શ્રદ્ધા કેરો દીપક પ્રગટાવી હૈયે રે માડી, ના એને તું ડગવા દેજે
ધીરજ કેરી જ્યોત પ્રગટાવી છે હૈયે રે માડી, ના કસોટીએ એને ચડાવી દેજે
જ્ઞાન કેરો દીપક પ્રગટાવ્યો છે હૈયે રે માડી, સદા એને જલવા દેજે
સંયમ કેરો દીપક પ્રગટાવ્યો છે હૈયે રે માડી, જોજે એને ના ડૂબવા દેજે
સમદૃષ્ટિ કેરી જ્યોત પ્રગટાવી છે હૈયે રે માડી, સદા એને પ્રકાશવા દેજે
સત્ કેરી જ્યોત જગાવી છે હૈયે રે માડી, સદા એને જલવા દેજે
આનંદ કેરો દીપક પ્રગટાવી હૈયે રે માડી, પ્રકાશ એનો ફેલાવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)