મારા મનડાંના વેગને નાથજે રે માડી, રે નાથજે તું
મારા ચંચળ ચિત્તને સ્થિર કરજે રે, કરજે સ્થિર તું
મારા હૈયાના ભાવને, વશમાં રાખજે રે માડી, રાખજે તું
મારી વૃત્તિને કાબૂમાં રાખજે રે માડી, રાખજે એને રે તું
મારી અખૂટ આકાંક્ષાઓને કાબૂમાં રાખજે રે માડી, રાખજે એને રે તું
મારા ઊડતા વિચારોને દિશા દેજે રે માડી, દિશા દેજે એને રે તું
મારા કર્મોને નિર્મળ રાખજે રે માડી, નિર્મળ રાખજે એને રે તું
મારા હૈયાની નિર્બળતા હટાવજે રે માડી, હટાવજે એને રે તું
મારી દૃષ્ટિને વિશુદ્ધ કરજે રે માડી, વિશુદ્ધ કરજે એને રે તું
મારી વાણીને શુદ્ધ રાખજે રે માડી, શુદ્ધ રાખજે એને રે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)