એ હું કહું, કે ના કહું, તને રે પ્રભુ તોયે જાણે છે, તું એ તો બધું
કહી કહી તને તો એ પ્રભુ, કરી લઉં છું ખાલી એમાં મારું તો હૈયું
રહેશે ઊછળતું ને ઊછળતું એ તો હૈયાંમાં, રહી જાશે હૈયાંમાં ભલે એ થોડું
કહેવું છે મારે જ્યાં ઘણું ઘણું, લાગે છે ખૂટશે ના કહેવાનું તો મારું
કહી નથી શક્તો જે હું અન્યને, તને ને તને છે મારે એ તો કહેવું
કદી અટકી જાઉં હું, કહેવું નથી, થયો ભલે હું દુઃખી, દુઃખી શાને તને કરું
જાઉં છું મૂંઝાઈ જ્યાં હું હૈયાંમાં, તને કહી કહી હૈયું મારું ખાલી હું કરું
કહેવું નથી કહી તને, હું ચૂપ બેસું, તોયે કહ્યાં વિના તને, ના હું રહી શકું
કદી કદી દુઃખની તો વાતો જીવનમાં, તને કહેવાનું કારણ તો બની ગયું
કહેવા બેસું છું જ્યારે તને રે પ્રભુ, લાગે છે કહેવાનું ઘણું ઘણું રહી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)