છે સાત વાટનો દીવડો મારો, છે દીવડો મારા જીવનનો
તેલ ભર્યું છે જ્યાં સુધી એમાં, ત્યાં સુધી એ તો જલવાનો
વારા ફરતી રહેશે વાટ જલતી, ક્રમ આ તો એમ ચાલવાનો - છે...
જનમથી રહ્યો છે જલતો, ખબર નથી ક્યાં સુધી એ જલવાનો - છે...
ખૂટયું જ્યાં તેલ એમાં, નથી પાછું તેલ એમાં પૂરાવાનો - છે...
ના ચાલે તેલ એમાં બીજું, તેલ એક જ જે સાથે એ લાવ્યો - છે...
ખુદમાં જલી, પ્રકાશી, હોય તેલ ત્યાં સુધી એ જલવાનો - છે ...
સાફ રહેશે એ જેટલો, અન્યને પ્રકાશ એ તો દેવાનો - છે ...
તેલ અનોખું, દીવડો અનોખો, પ્રભુના તેલે એ જલવાનો - છે...
ખૂટતાં તેલ એમાં, એકવાર બુઝાતા, બધી વાટે એ બુઝાવાનો - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)