અરે ઓ મનવા રે, સમજ, સમજ તું હવે, સમજ તો જરા
ભટકી, ભટકી મેળવ્યું શું તે, કર તો હિસાબ એનો જરા
ધ્યેય વિના ભટકી, ભટકશે તું, પામીશ ક્યાંથી તું જરા
જનમોથી રહ્યો છે ભટકતો, રહીશ ભટકતો, કર વિચાર આ જરા
રાત વીતી કંઈક, દિન કંઈક વીત્યા, મળ્યું શું તને હાથમાં જરા
ના મળી શાંતિ, ના રહી હાથમાં માયા, મળ્યા તને જનમના ફેરા
ના રહી શકશે સ્થિર તો માયા, ના રહેશે સ્થિર તું, વિચાર હવે આ જરા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)