રહી ભટકી, વિતાવી રે મનવા, તેં જિંદગી સારી
રહી સ્થિર રે મનવા, દેજે અંતઃકાળ મારો સુધારી
ભટકી ભટકી સદા રે મનવા, વિતાવ્યા કંઈક જન્મારા
ન કદી સુધર્યો રે તું, ન આવ્યા તારામાં સુધારા
થાક્યો ના તું, થકવ્યો મને, ભટકી જિંદગી સારી
રહેશે ભટકતો હજી તું, જાશું બાજી જિંદગીની હારી
ના દીધો સાથ કદી, પહોંચવું છે પાસે તો ‘મા’ ની
રહ્યા છે દ્વાર એના દૂર, દૂરના દૂર તો હરઘડી
સુખી રહેશે તું શેમાં, થાશે દુઃખી શેમાં, સમજાતું નથી
લાખ કીધી કોશિશો મેં, સદા દીધું તેં પાણી ફેરવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)