|
View Original |
|
પ્રવેશી ના શકશે રે કોઈ તારા ઊંડા અંતરમાં
પ્રવેશશે યાદો રે એની, સાથે ને સાથે તારી તો એમાં
સમજીશ ત્યાં તું તને રે એકલો, હશે યાદોં તારી સાથમાં
રહેશે તને એ ત્યાં પણ સતાવી, એની કડવાશ કે મીઠાશમાં
મન ચિત્ત સાથે પ્રવેશજે, લઈ ના જતો બીજું સાથમાં
એક તું જ રોકી શકશે અન્યને, રાખજે આ તો વિચારમાં
રોકટોક ના અન્યની, બનજે પ્રહરી તારો તું એમાં
લઈ જાશે, ના લઈ જાવાનું સાથે, સતાવશે તો વાતવાતમાં
ના સ્થિર એ તો રહેશે, બનાવશે અસ્થિર તને સાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)