છે ‘મા’ આ તો કેવું, છે ‘મા’ આ તો કેવું
દર્શન કાજે તારા, હૈયું તો ખૂબ તડપતું
મળે જ્યાં દર્શન તારા, હૈયું તોય ના ભરાતું
જાગે આશ હૈયે જેની, દૂર દૂર એ જાતું
આશ ના કરો જેની, સામે દોડી એ આવતું
હાથમાં મળતાં થોડું, સદા એ હરખાઈ જાતું
મેળવી ફરી ફરી, પાછું ભૂખ્યું થઈ જાતું
કદી તારામાં, કદી માયામાં, ચિત્ત દોડી જાતું
સમજવા છતાં, ચિત્ત નાસમજ બની જાતું
ના દેખાતું મન, દેખાતા તનને તો જકડી રાખતું
ફરે ફરે ખૂબ જગમાં, શરીર અહીંનું અહીં રહી જાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)