રે માડી તારા જેવું જગમાં, કોઈ ધનવાન નથી, કોઈ બળવાન નથી
કરો જીવનભર ભેગી રે સંપત્તિ, જગસંપત્તિમાં, કોઈ એનું સ્થાન નથી
કરો સાત સમુદ્ર કે સફર અંતરિક્ષની, તારી પાસે તોય પહોંચાતું નથી
કરો જીવનભર જ્ઞાન ભેગું, તારા જ્ઞાનને તો તોય પમાતું નથી
કરો જીવનભર બળ એકઠું, તારા જેવું બળવાન થવાતું નથી
કરો પાર સર્વ સીમાઓ, તારી સીમાને તો પાર કરાતી નથી
કરો કોશિશ જગસાર સમજવા, તોય તારો સાર પમાતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)