Hymn No. 1878 | Date: 12-Jun-1989
છે તું તો પાપહારિણી રે માતા, જગમાં પાપીઓ તો દેખાય છે
chē tuṁ tō pāpahāriṇī rē mātā, jagamāṁ pāpīō tō dēkhāya chē
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1989-06-12
1989-06-12
1989-06-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13367
છે તું તો પાપહારિણી રે માતા, જગમાં પાપીઓ તો દેખાય છે
છે તું તો પાપહારિણી રે માતા, જગમાં પાપીઓ તો દેખાય છે
દુઃખહારિણી છે રે તું તો માતા, જગ દુઃખિયોથી ઊભરાય છે
જ્ઞાનપુંજ છે રે તું તો માતા, માનવ હૈયા અજ્ઞાને ડૂબ્યા દેખાય છે
છે તું તો શક્તિની દાતા રે માડી, માનવ અશક્ત દેખાય છે
છે ગુણનિધિ તું રે માડી, માનવ હૈયા અજ્ઞાને ઊભરાય છે
છે તું તો શાંતિની રે દાતા માડી, જગમાં અશાંતિ દેખાય છે
છે તું પ્રેમનિધિ રે માતા, જગમાં વેર તો ફેલાય છે
છે તું તો કર્મોની ભોક્તા રે માતા, જગ કર્મોથી તો બંધાય છે
છે નિર્મળ તું સદાયે માતા, અશુદ્ધતા જગમાં તો દેખાય છે
તારી ઇચ્છા એને સમજવી, કે માયા એ કહેવાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tuṁ tō pāpahāriṇī rē mātā, jagamāṁ pāpīō tō dēkhāya chē
duḥkhahāriṇī chē rē tuṁ tō mātā, jaga duḥkhiyōthī ūbharāya chē
jñānapuṁja chē rē tuṁ tō mātā, mānava haiyā ajñānē ḍūbyā dēkhāya chē
chē tuṁ tō śaktinī dātā rē māḍī, mānava aśakta dēkhāya chē
chē guṇanidhi tuṁ rē māḍī, mānava haiyā ajñānē ūbharāya chē
chē tuṁ tō śāṁtinī rē dātā māḍī, jagamāṁ aśāṁti dēkhāya chē
chē tuṁ prēmanidhi rē mātā, jagamāṁ vēra tō phēlāya chē
chē tuṁ tō karmōnī bhōktā rē mātā, jaga karmōthī tō baṁdhāya chē
chē nirmala tuṁ sadāyē mātā, aśuddhatā jagamāṁ tō dēkhāya chē
tārī icchā ēnē samajavī, kē māyā ē kahēvāya chē
|
|