ના કર આટલું અભિમાન રે જીવડા, ના કર આટલું અભિમાન
ભરી અભિમાન ફરશે તું રે જગમાં, થાશે તો તું ખૂબ હેરાન
ફરીશ લઈ તું ભાર એનો, છે જ્યાં તું બે દિનનો મહેમાન
હૈયે યાદ કરી ઉપકાર પ્રભુના, માન સદા એનો અહેસાન
ભરી અભિમાન, ડૂબી માયામાં, ભૂલજે ના તારું ભાન
ફૂલી એમાં ફાળકો થઈ, કરજે ના અન્યનું તો અપમાન
તન મળ્યું માનવતણું, છે પ્રભુનું તને એ તો વરદાન
કરી ઉપયોગ એનો રે સાચો, સાધ પ્રભુ સાથે અનુસંધાન
છોડશે ના તું માન-અભિમાન, દેશે ના એ દર્શનના દાન
મળી છે બુદ્ધિ, કરજે ઉપયોગ સાચો, બનતો ના નાદાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)