Hymn No. 1884 | Date: 17-Jun-1989
|
|
Text Size |
 |
 |
ઊંડી ધરતીમાંથી ઉપર આવી, ઝાડપાન ઉપર ઊઠવા ચાહે સમજ માનવ તું જરા, શાને ગર્તામાં તું પડવા માંગે જળ ભરેલી વાદળી, ધરતી પર વરસી, ખાલી થાવા ચાહે સમજ માનવ તું જરા, શાને તું ભેગું ભેગું કરવા ચાહે ના કંઈ લઈ, ખુદ જલી, સૂર્ય ધરતીને પ્રકાશ દેવા ચાહે સમજ માનવ તું જરા, શાને તું અન્યનું ઝૂંટવી લેવા ચાહે ખુદની મસ્તીમાં મસ્ત રહી, સાગર સહુને સમાવવા ચાહે સમજ માનવ તું જરા, ખુદની મસ્તી ભૂલી, શાને મારું મારામાં રાચે પશુ, પક્ષી આશ્રયદાતા પાસે, સદા ફરતા રહેવા ચાહે સમજ માનવ તું જરા, શાને તું તારા આશ્રયદાતાને વિસારે ના જીરવાતા શક્તિ, વીજળી તાંડવ તો ત્યાં રચાવે સમજ માનવ તું જરા, શાને તું શક્તિને ધીરે ધીરે ના પચાવે વહેતી નદી ને વહેતી સરિતા, કલકલ નાદે વહેવા ચાહે સમજ માનવ તું જરા, શાને માયામાં તું તારો તાલ વિસરાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|