પિવરાવ તારી આંખનું અમૃત એવું રે માડી, અમર થઈ જઈએ
ચડાવ તારી ભક્તિનો કેફ એવો રે માડી, ઊતર્યો ના ઊતરે
ડુબાડ તારા પ્રેમસાગરમાં, એવો રે માડી, બહાર ના નીકળીયે
પુરાવ તેલ શ્રદ્ધાનું એટલું રે માડી, ખૂટયું ના ખૂટે
ઓઢાડજે તારી ચાદર એવી રે માડી, સદાયે રક્ષણ કરે
આપજે સાચી સમજ એવી રે માડી, અજ્ઞાન પાસે ના આવી શકે
ભરજે શક્તિ પગમાં એવી રે માડી, પગલાં પુણ્યના ના ચૂકે
કરજે હાથને મજબૂત એવાં રે માડી, જરૂરિયાતને પહોંચી વળે
તારું મુખ સદા દેખાયે રે માડી, થાક મારો તો ઊતરે
કરજે વાસ હૈયામાં એવો રે માડી, સારી સૃષ્ટિ તુજરૂપ દીસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)