Hymn No. 1896 | Date: 06-Jul-1989
|
|
Text Size |
 |
 |
છે યુગ યુગ જૂનો, તારો ને મારો નાતો રે માડી, અણસાર એનો આપી દેજે છે તું તો માતા, છું હું એક બાળ તો તારો, પ્રેમનો નાતો તો સ્થાપી દેજે છે તું તો વિશાળ રે માતા, છું હું તો અલ્પ રે માતા, તુજમાં મુજને તો સમાવી દેજે છું હું તો અસ્થિર રે માતા, છે તું સ્થિરતાની દાતા, સ્થિર મને તો બનાવી દેજે છે સર્વવ્યાપક તું તો માતા, છું હું માયામાં અટવાતો માતા, માયાની માયા છોડાવી દેજે છું અવગુણોનો ભંડાર હું તો માતા, છે તું તો ગુણોની દાતા, અવગુણો મારા હરી લેજે છું શક્તિહીન હું તો માતા, છે તું તો શક્તિનો ભંડાર રે માતા, શક્તિ મુજમાં તો ભરી દેજે છું અજ્ઞાની અબુધ હું તો માતા, છે તું તો જ્ઞાનની રે દાતા, અજ્ઞાન મારા તો હરી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|