ઊગ્યો ન ઊગ્યો દિન, અને સંધ્યા ત્યાં તો ઢળી ગઈ
સમજી લે હવે તો મનવા, ભજનની વેળા થઈ ગઈ
વીતશે દિન કાર્યોમાં, વીતશે રાત તો નિંદ્રામાં
સમજી સાંજે કર તું યાદ, ભજનની વેળા થઈ ગઈ
બાળપણ વીતશે રમતમાં, વીતશે જુવાની રંગમાં
સાંજ ઘડપણની ઢળી ગઈ, ભજનની વેળા થઈ ગઈ
હાથ પગ રહેશે ત્યાં ધ્રુજી, ના છૂટશે આદત જે પડી
છે તનમાં જ્યાં શક્તિ થોડી, લો ભજનની વેળા થઈ ગઈ
નિરાશાની વેળા મળે ઘણી, યાદ પ્રભુની આવી ગઈ
અસફળતા જીવનમાં મળતી રહી, લો ભજનની વેળા થઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)