રે તન, ફુલાય છે રે તું શાને
રહેલ તારામાં, તારો રહેવાસી, જાતા, કિંમત તારી કોડીની થાશે નહિ
પામે છે માન તું એના થકી, એના વિના, કિંમત તારી કોડીની થાશે નહિ
રહેલ આંખ તો તનમાં તારી, એના વિના જોઈ શકશે નહિ
કરી શકીશ ના હાથ પગથી કર્મો, એના વિના કર્મો થાશે નહિ
એના રે જાતા, રહેલ બુદ્ધિ ભી કોઈ કામ કરી શકશે નહિ
એના વિના તું તો ખાઈ, પી કે સ્વાદ તો લઈ શકશે નહિ
કાન રહેશે તો તારી પાસે, એના વિના તું સાંભળી શકશે નહિ
એના વિના તારા હૈયાની, ધડકન ભી તો ધડકી શકશે નહિ
છે તારી બધી ક્રિયાનો દાતા, પણ છે એ તો ‘મા’ ના હાથમાં રે
દઈ સાથ એને, ‘મા’ ના ચરણમાં સંગે જાવું ચૂક્તો નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)