થાશે કર્મો જાણે અજાણ્યે રે, ફળ આવશે એનું દોડી દોડી
થાયે કર્મો અલિપ્ત બની, ફળ એનું તો સ્પર્શે નહિ
કીધા કર્મો જ્યાં આશધરી, વીંટાઈ આશા બંધન બની
કીધા કર્મો જ્યાં કર્તા બની, આવશે ફળ પાસે તો દાડી
કરશે કર્મો જ્યાં નિઃસ્વાર્થ બની, ના એના ફળની ચિંતા કરવી
કરી કર્મો સોંપ્યા પ્રભુચરણે, કરશે ચિંતા પ્રભુ રે એની
કર કર્મો એવા, જાય મન, વિચાર, હૈયું પ્રભુમાં તો દોડી
રાખીશ ના કર્મો પર જો કાબૂ, જાશે કર્મો તને રે ખેંચી
વગર વિચારે કરશે કર્મો, પડશે જીવનમાં તો રડી
સાધ તું મેળ જીવનમાં, મન, વિચાર, ભાવને કર્મોમાં જોડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)