Hymn No. 1922 | Date: 28-Jul-1989
|
|
Text Size |
 |
 |
રહું સુખદુઃખમાં જીવનમાં રે માડી, પ્રસાદી એ તો તારી છે
Rahu Sukhdukhma Jivanma Re Madi, Prasadi Ae Toh Tari Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-07-28
1989-07-28
1989-07-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13411
રહું સુખદુઃખમાં જીવનમાં રે માડી, પ્રસાદી એ તો તારી છે
રહું સુખદુઃખમાં જીવનમાં રે માડી, પ્રસાદી એ તો તારી છે પડું માંદો તનથી કે મનથી, દુવા તારી દવા એ તો મારી છે સોંપ્યો ભાર જીવનનો તને, ચિંતા એની, એ તો તારી છે જીવનમાં રે માડી, વિકારોની સતામણી તો ભારી છે પ્રેમમાં તારા ભીંજવું હૈયું મારું, દુનિયા એ તો મારી છે સફળતા નિષ્ફળતાના જામ રહે મળતા, કૃપા એ તો તારી છે ભૂલું સહુ જીવનમાં રે માડી, જવાબદારી એ તો તારી છે લપટાઈ માયામાં, ભૂલું યાદ તો તારી, ભૂલ એ તો મારી છે રહી છે તું તો પાસે, ના દેખાય ખામી, દૃષ્ટિની એ તો મારી છે આવ્યો તારા ચરણમાં, શરણની જવાબદારી, એ તો તારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahu sukh dukh maa jivanamam re maadi, prasadi e to taari che
padum mando tanathi ke manathi, duva taari dava e to maari che
spoyo bhaar jivanano tane, chinta eni, e to taari che
jivanamam re maadi, vikaroni che jivanamam re maadi,
vikaroni taara bhinum bamhari hamani toamai toamai to bamhari satamani toamai , duniya e to maari che
saphalata nishphalatana jham rahe malata, kripa e to taari che
bhulum sahu jivanamam re maadi, javabadari e to taari che
lapatai mayamam, bhulum yaad to tari, bhul e to maari che
rahi khaya tu to pase, na de , drishtini e to maari che
aavyo taara charanamam, sharanani javabadari, e to taari che
|