નથી જેની પાસે જે, માગી તેની પાસે તેં, વળશે એમાં, તારું તો શું
અશાંતિમાં રહ્યા છે જે અટવાઈ, કરશે દૂર તારી અશાંતિ એ શું
ચિત્ત છે ચંચળ તો જેનું, તારા ચિત્તને કરશે સ્થિર એ શું
નિર્ધન પાસે માગશો ધન, આપશે ધન તો એ કેટલું
પામ્યા ના હોય અન્ન જે દિવસો સુધી, આપશે અન્ન તો કેટલું
અન્યના સહારા વિના, ના ચાલી શકે જે, ચલાવશે તને એ કેટલું
ભાંગી પડ્યો છે જે અશક્તિથી, દેશે શક્તિ તને રે એ શું
નથી જેની પાસે જ્ઞાન તો કાંઈ, સમજાવશે જ્ઞાન તને એ કેટલું
હૈયેથી હટયું નથી જેને મારું-મારું, ત્યાગ તને શીખવશે રે શું
ભક્તિથી નથી ભર્યા રૂંવાડા જેના, ભક્તિની અસર એની કરશે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)