ધરતી પર જનમી, ધરતીથી પોષાઈ
ધરતીમાં જે ના સમાયું, એને તો સ્મશાને બાળ્યું
મનમાં જનમી, મનથી તો પોષાઈ
મનમાં જે ના સમાયું, વૈરાગ્યે એને તો બાળ્યું
બુદ્ધિમાં જનમી, બુદ્ધિમાં તો વસી
બુદ્ધિથી જે ના પરખાયું, અનુભવે એને બતાવ્યું
સાગરમાં જનમી, સાગરમાં વસી
સાગરમાં જે ના સમાયું, કિનારે એ તો ફેંકાયું
યાદમાંથી જનમી, યાદથી તો પોષાઈ
યાદમાં જે ના સમાયું, યાદમાંથી એ તો ફેંકાયું
પ્રભુમાંથી જનમી, પ્રભુથી પોષાઈ
પ્રભુમાં જે ના સમાયું, જગમાં ફરી એ તો ફેંકાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)