વાંકા ને વાંકા રસ્તા પર, પડશે જીવનમાં તો ચાલવું
સુખદુઃખમાં સદા સમ રહી, પડશે જીવનમાં તો મહાલવું
મળે જીવનમાં જ્યારે જે-જે, પડશે આનંદથી સ્વીકારવું
મળશે જીવનમાં જે-જે, પડશે કદી તો એને ત્યાગવું
ધાર્યું જીવનમાં બધું જો બને, જરૂર પ્રભુની જીવનમાં ના રહે
વિપરીત સંજોગો જીવનમાં, યાદ એની તો અપાવી દે
નમ્યું જગમાં જ્યારે જે-જે, સહુને સદા એ બહુ ગમ્યું
છે અહંની આ તો બલિહારી, ના નમવું, અન્યને નમાવવું
ના અહં પ્રભુ પાસે તો ચાલશે, પડશે સદા એને છોડવું
સાથ બીજાના મળે ન મળે, પ્રભુના સાથમાં તો સદા રહેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)