જે મહેલમાં રહેવાનું છે તારે, સાફ જરા તો એને કરી લે
કચરો પડ્યો છે ઘણો એમાં, સાફ તો એને જરા કરી લે
રહેવાનું છે જ્યાં સુધી એમાં તો તારે, કાળજી એની રાખી લે
વસવાનું છે તારે ને તારે, જવાબદારી એની તો તારી છે
ફરતો તો છે મહેલ આ, એક દિન સોંપવો તો પડશે
છે જવાબદારી જ્યાં સુધી તારી, એને તો તું નિભાવી લેજે
આળસ એમાં જો કરશે, ગુનો તારો ને તારો ગણાશે
આજ નહિ તો કાલ, જવાબદારીનો જવાબ તો લેવાશે
છોડવો હશે તારે એને ભલે, ઇચ્છા તારી એમાં નહિ ચાલે
સોપ્યોં છે જેણે તો તને, કબજો એનો તો એ સ્વીકારી લેશે
મૂલ્ય પાપ પુણ્યના ચૂકવ્યા છે, બદલામાં એ મળ્યો છે
હિસાબ પૂરો થાતા રે એનો, પાછો એ તો સોંપવો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)