Hymn No. 1952 | Date: 18-Aug-1989
|
|
Text Size |
 |
 |
મન જીત્યું, એણે જગ જીત્યું, હાર્યો મનથી, હાર્યો એ જગમાં
Mann Jityu, Aene Jag Jityu, Haryo Mannthi, Haryo Ae Jagma
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
મન જીત્યું, એણે જગ જીત્યું, હાર્યો મનથી, હાર્યો એ જગમાં વિકારો રહે તો એના કાબૂમાં, રહ્યું મન તો જેના કાબૂમાં દૃશ્ય ચીજ બાંધવી સહેલી, અદીઠને બાંધવુ છે મુશ્કેલ પહોંચાશે ના ધ્યેય સુધી, કરી ના હોય જો પહેલ ગમ્યું છે બંધાવું જગમાં કોને, શું ગમશે તારા મનને બાંધવા જાશે જ્યાં તું એને, નચાવશે તો એ ખૂબ તને કરવા જેવું છે એ તો જગમાં, બધું એમાં આવી જાય તપ ગણ, કે સાધના ગણ, બધું એમાં સમાઈ જાય જે સાધન દ્વારા મન સ્થિર ના બને, અધૂરું એને જાણ મન સ્થિર બનતાં, રહેશે ના જગમાં મેળવવા જેવું કાંઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|