થોડામાં ઝાઝું સમજી જાજે રે માડી, ઝાઝું ના બોલાવજે
અજાણ નથી કાંઈ તું રે માડી, વધુ ના કાંઈ કહેવરાવજે
સાચાખોટા, ખૂબ યત્નો રે કીધા, યત્નોમાં પ્રાણ પુરાવજે
જીવન જાગૃતિના સપના સેવ્યા, સ્વપ્ન સાકાર બનાવજે
નજર નાખી છે આજ તારી સામે, નજર તારી ના હટાવજે
માંડયા છે પગલાં તારી પાસે, પગલાં તારી પાસે પહોંચાડજે
સંસારના ઝંઝાવાતમાં ખૂબ ઘૂમ્યો, જીવનમાં સ્થિરતા આપજે
નાક સુધી આવ્યું છે રે પાણી, હાથ હવે મારો તો ઝાલજે
ડૂબવામાં હવે વાર નથી માડી, હવે મને તો તારજે
છું હું તો બાળ તારો રે માડી, હવે મને તો અપનાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)