છૂપ્યું, છુપાવ્યું, રાખે માનવ ઘણું ઘણું રે મનમાં
એક દિવસ તો આવે એવો, પોત જ્યારે એ તો પ્રકાશે છે
વૃત્તિના તો ખેલ છે અનોખા, દાબ્યા દબાવ્યા ભલે રહે - એક...
ક્રોધી ક્રોધ રાખે ભલે, મુસીબતે કાબૂ એના હૈયામાં - એક...
કર્યા હશે વિચાર ખોટા, ભલે રે ઊંડા તો મનમાં - એક...
દબાવી દેશો કામ ભલે, ઊંડે ઊંડે રે અંતરમાં - એક...
વિકારોને દબાવી દેશો, ભલે ઊંડે ઊંડે રે હૈયામાં - એક ...
દબાવી દેશો પાપ ભલે ઊંડે ઊંડે રે ધરતીમાં - એક...
દબાવી દેશો કોઈ ચીજ ઊંડે જળમાં, મળતાં મોકો આવશે પટમાં - એક...
કાં દબાવી દેજો એવું, આવી ના શકે ઉપર ફરી એવું એ
કાં મેળવી વિજય, રાખજો સદા એને તો તાબામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)