લખ્યા લેખ વિધાતાએ તો જેના રે જ્યારે
પૂછયું નથી એને તો, તેને રે ત્યારે
જોયા કર્મના તો ચોપડા તો એના, લખ્યા લેખ એમાંથી તો ત્યારે
ભૂતકાળ તો ગયો છે વીતી, નથી હવે તો એ હાથમાં રે તારે
જીવીશ જો તું એમાં, જાશે સરકી, વર્તમાન હાથમાંથી તો તારે
કરે છે અફસોસ વર્તમાનનો તું શાને, કર્મથી લખાયા છે એ તો જ્યારે
સુખદુઃખ કર્મથી તો જાગ્યા, પડશે સ્વીકારવા એને તો તારે
કરી અફસોસ વળશે શું, જે નથી હાથમાં તો તારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)