રચી સૃષ્ટિ, રચ્યું વિરાટ વિશ્વ, હે જગજનની
મૂક્યો ભેદ એનો તેં તો, માનવ હૈયામાં રે ભરી
સમય સમય પર કરતી રહી તું, એને તો ખોલી
માનવ ત્યારે તો, સદા અચંબામાં ગયો રે પડી
કરી કોશિશો, ગોતવા માનવે, બહાર નજર તો રાખી
મળ્યો ના ભેદ એને, મળ્યો જ્યાં હૈયામાં ગયો ઊતરી
હતો ભેદ તો ખુદમાં, રહ્યો માનવ અજાણ્યો એનાથી
ખુદના હૈયામાં ગયો ઊતરી, ચાવી ત્યાં એની રે મળી
ગયો ખૂલી ભેદ ખજાનાનો, રહ્યો હતો ખુદમાં પડી
ઝૂમી ઊઠયો માનવ, જ્યાં સાચી ચાવી એને તો જડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)