Hymn No. 2000 | Date: 13-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-13
1989-09-13
1989-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13489
છે સળગતા જ્વાળામુખી પર તો આસન તારું, જેની તને ખબર નથી
છે સળગતા જ્વાળામુખી પર તો આસન તારું, જેની તને ખબર નથી ફાટશે અચાનક કેમ અને ક્યારે એ તો, ખબર એની તને પડવાની નથી નથી કોઈ વરદાન પાસે તો તારી, શું ભસ્મ એમાં તો તું બનશે નહીં વરદાન સહિત હોળિકા જળી ગઈ, બચી ના શકી એ તો એમાંથી જાણે છે ક્રોધે કંઈકને જલાવ્યા, બનાવી રાખ તો કંઈકના જીવનની છે શું કવચ તારી પાસે એનું, ભસ્મ બનશે નહીં શું તારા જીવનની ઇર્ષ્યાએ જલી જલાવી, કીધી ભસ્મ તો કંઈકના હૈયાની છોડશે એ તો ક્યાંથી તને, સ્વીકારજે વાત આ સહુના અનુભવની કામની જ્વાળા હૈયે જ્યાં જલી, જાયે એ તો સહુને રે બાળી છૂટાય ના જલદી એમાંથી, લપેટાયા જગમાં, સંસારી ને કંઈક વૈરાગી વિરહનો અગ્નિ જલે જ્યાં હૈયે, ભૂલે ને ભુલાવે યાદ એ ખુદની જાગે જ્યાં અગ્નિ એ પ્રભુ કાજે, છે જીવનની એ શુભ નિશાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che salagata jvalamukhi paar to asana tarum, jeni taane khabar nathi
phatashe achanaka kem ane kyare e to, khabar eni taane padavani nathi
nathi koi varadana paase to tari, shu bhasma ema to tu banshe nahi
varadana sahita e to. na gaki, holika jaki ema thi
jaane che krodhe kamikane jalavya, banavi rakha to kaik na jivanani
che shu kavacha taari paase enum, bhasma banshe nahi shu taara jivanani
irshyae jali jalavi, kidhi bhasma to kaik na haiyani
chhodashe jvala hai sahyany, svhodashe jvala
haianthi tani ana jvala haianthi , jaaye e to sahune re bali
chhutaay na jaladi emanthi, lapetaya jagamam, sansari ne kaik vairagi
virahano agni jale jya haiye, bhule ne bhulave yaad e khudani
jaage jya agni e prabhu kaje, che jivanani e shubh nishani
|