મારા તોફાની મનને રે, નાથવાની વૃત્તિ તો જ્યાં જાગી
જીવનમાં રે (2) ત્યાં તો શક્તિમાં પા પા પગલી તો પાડી
સુખદુઃખમાં રે જીવનમાં રે જ્યાં, નિર્લેપતા તો જ્યાં આવી
આશાનિરાશાના ભાવો, જીવનને જ્યાં ના ગયા રે તાણી
માનઅપમાનમાં જીવનમાં તો, હૈયાંમાં સમતા જ્યાં આવી
હૈયાંમાં તો જ્યાં સંતોષની લાણી જીવનમાં તો જ્યાં આવી
નિર્ણયોને નિર્ણયોમાં, જીવનમાં તો જ્યાં સ્થિરતા તો આવી
જીવનમાં તો જ્યાં હરેક પળે ને હરેક કાર્યમાં, મક્કમતા સાથ દેવા લાગી
ધીરજને સહનશીલતા, જીવનમાં તો જ્યાં સાથ દેવા લાગી
હરેક વિચારોમાં રે જીવનમાં રે જ્યાં, પ્રભુના વિચારોને તેજ પામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)