Hymn No. 2509 | Date: 12-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-12
1990-05-12
1990-05-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13498
સૂના છે સૂના છે મંદિર મારા રે માડી, તારા વિના રે તારા વિના
સૂના છે સૂના છે મંદિર મારા રે માડી, તારા વિના રે તારા વિના છે મંદિર મારા, છે મંદિર મારા પ્રાણ વિનાના, આવી પૂરો પ્રાણ તમારા જુએ છે રાહ આસન માડી, જુએ રાહ આસન માડી, રાહ તો તમારા ઊઠશે શોભી આસન તો મારા, આસન તો મારા, થાશે આગમન જ્યાં તમારા રાખજે ના ખાલી એને તું માડી, આવી કરજે પાવન, આસન તું મારા ના બેસવા દઈશ કોઈને એના પર માડી, રહે ભલે ખાલી એ તારા વિના કરી છે તૈયારી, તારા આગમનની ભારી, ઠેલજે ના આગમનને તો તારા રહી ગઈ હોય જો કોઈ ભૂલ એમાં મારી, લાવતી ના નજરમાં એને તો તારા આવી બિરાજશે જ્યાં આસન પર મારા, ઊઠશે ત્યાં તો આનંદના ફુવારા એમાં નાહીં નાહીં ડૂબીશ હું તો, થાશે મિલન ત્યાં તો આપણા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
suna che suna che mandir maara re maadi, taara veena re taara veena
che mandir mara, che mandir maara praan vinana, aavi puro praan tamara
jue che raah asana maadi, jue raah asana maadi, raah to tamara
uthashe shobhi asana to mara, asana to mara, thashe agamana jya tamara
rakhaje na khali ene tu maadi, aavi karje pavana, asana tu maara
na besava daish koine ena paar maadi, rahe bhale khali e taara veena
kari che taiyari, taara agamanani bhari, thelaje na agamaniane
toya toya jo koi bhul ema mari, lavati na najar maa ene to taara
aavi birajashe jya asana paar mara, uthashe tya to anandana phuvara
ema nahi nahim dubisha hu to, thashe milana tya to apana
|