થાયે કાળની ગણતરી તો શરીરના વિકાસમાં
ગણતરી ના ગણાયે કાળની તો અન્યના વિકાસમાં
બાળપણ, જુવાની, ઘડપણ છે સંકળાયેલા તનની સાથે
થાયે ના ગણતરી તનની તો કાળની ગણતરી સાથે
છે આત્મા શાશ્વત, પ્રભુ ભી શાશ્વત, ગણતરી પ્રભુ સાથે થાય
જે છે તું, છે એ તો પ્રભુ, ના બીજું કાંઈ છે એ તો જરાય
કાળના ગર્ભમાં જાશે કાળ ખોવાઈ, રહેશે ના પ્રભુ સિવાય
છે અંશ તું તો પ્રભુનો, તારા વિના ભી રહેશે ના બીજું કાંઈ
ધારે ત્યારે પ્રભુ સંકેલે લીલા, છોડજે તું ભી ધારીને માયા
સાધી લેજે લીનતા પ્રભુમાં, ના રહેવા દેજે ફરક તો જરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)