Hymn No. 2520 | Date: 16-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-16
1990-05-16
1990-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13509
ચમકે ચમકે છે, સિતારો તારો ચમકે છે, જ્યાં પ્રભુ તો તારા સાથમાં છે
ચમકે ચમકે છે, સિતારો તારો ચમકે છે, જ્યાં પ્રભુ તો તારા સાથમાં છે પડશે હાથ હેઠાં તો ગ્રહના ને કર્મના, વિશ્વાસ પ્રભુમાં હૈયે જ્યાં ધબકે છે કિરણો દુઃખના પહોંચશે ના તારી પાસે, જ્યાં પ્રભુના પ્રેમનું છત્ર શિરે છે સુખની ગંગા થાશે રે વહેતી, જ્યાં પ્રભુ કૃપાનો બરફ તો પીગળે છે જીવન તો તારું જાશે રે બદલાઈ, જ્યાં હૈયે ભક્તિનો સૂરજ ઊગે છે લાગશે ના કમી તને કાંઈ તો જગમાં, જ્યાં હૈયામાં સંતોષની ભરતી વધે છે દેખાશે નજરમાં, જીવનમાં બધુંયે ચોખ્ખું, નજરમાં જ્યાં નિર્મળતા પ્રગટે છે દેખાશે પ્રભુ તો જગમાં ને સર્વમાં, મારું મારું જ્યાં હૈયેથી તો હટે છે દેખાશે ને ના સૂઝશે રે સાચું, વિચારો ને ચિંતાઓ જ્યાં ઘેરે છે થાશે દર્શન પ્રભુના હૈયામાં સાચા, ભાવમાં સાચી શ્રદ્ધા જ્યાં ભળે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chamake chamake chhe, sitaro taaro chamake chhe, jya prabhu to taara sathamam che
padashe haath hetham to grahana ne karmana, vishvas prabhu maa haiye jya dhabake che
kirano duhkh na pahonchashe na taari pase, jya prabhu na ree pranum chukhat, jya prabhu na prabhuna
pranum chukhat, jya prabhu na ree kripano barapha to pigale che
jivan to taaru jaashe re badalai, jya haiye bhaktino suraj uge che
lagashe na kai taane kai to jagamam, jya haiya maa santoshani bharati vadhe che
dekhashe najaramhe che dekhashe najaramheum, jivanamh najaramhe chamhekhunaramhe , jivanamh prankamhunum, jivanamh najarhunum, jivanamh prankamhunarhunum, jivanamh najarhunarhunum, jivanamh prankarhunarhunum, jivanamh prankamhunarhunum jivanamh pramhunaram the jivanamh
najarhunum jivanamh najaramha , maaru marum jya haiyethi to hate che
dekhashe ne na sujashe re sachum, vicharo ne chintao jya ghere che
thashe darshan prabhu na haiya maa sacha, bhaav maa sachi shraddha jya bhale che
|