લાગ્યું તો મને જે સાચું, ગણતરીમાં ના તોય એ આવ્યું
કાં હશે ગણતરી મારી તો ખોટી, કાં હશે એ તો મારો ભ્રમ
જીવનમાં હતું ના જે-જે, દેખાયું મને એ તો સાચું
કાં હશે એ તો મારું સપનું, કાં હશે એ તો મારો ભ્રમ
ગણ્યા જીવનમાં જેને મેં પાકા, નીકળ્યા એ તો કાચા ને કાચા
કાં હશે ગણતરી મારી તો ખોટી, કાં હશે એ તો મારો ભ્રમ
મળ્યું જે-જે જીવનમાં, માની યોગ્યતા ને હોશિયારી મારી
કાં હશે ગણતરી મારી તો ખોટી, કાં હશે એ તો મારો ભ્રમ
લાગ્યો મને ખૂબ હું તો ધ્યાની, હતી અવસ્થા ધ્યાનની અજાણી
કાં હશે ગણતરી મારી તો ખોટી, કાં હશે એ તો મારો ભ્રમ
પ્રેમની ધારા દેખાઈ જ્યાં વહેતી, ના પામી શક્યો એ લગાર
કાં હતી ગણતરી મારી રે ખોટી, કાં હતો મારો એ વિકાર
સંજોગોમાં સામનો કર્યો શક્તિથી, ગયો તૂટતો એ સદાય
કાં હતી ગણતરી મારી ખોટી, હતું કાં એ મારું અભિમાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)