માનવ બનીને આવ્યા જગમાં, બન્યા કાર્યોથી કોઈ મોટા, રહ્યા કોઈ નાના
ભર્યા ભાવ હૈયામાં તો જેવા, બન્યા એવા, બન્યા કોઈ એથી કોઈ મોટા કોઈ નાના
જાગ્યા વિચારો સાચા કે ખોટા, બન્યા એનાથી તો કોઈ મોટા તો કોઈ નાના
વિકાસ શરીરના તો થાતા ગયા, બન્યા મનથી જે મોટા, એ મોટા રહ્યા
કર્યો વિકાસ મન, બુદ્ધિ ને ભાવનો જેણે, એ તો મોટા ને મોટા રહ્યા
સમય સાધીને ને સમજીને જે ચાલ્યા, બન્યા એ તો મોટા ને મોટા
દીધા દિલથી માન અન્યને, શાંતિથી સહ્યા રે અપમાન, એ તો મોટા રહ્યા
હર સંજોગોનો કર્યો સામનો, રહ્યા સ્થિર જે જીવનમાં, એ તો મોટા રહ્યા
દૃષ્ટિમાં ને હૈયામાં, રહ્યા જેને તો સહુ સમાન, એ તો મોટા રહ્યા
કામ, ક્રોધ, લોભને જીવનમાં ઘૂંટીને જે પીડાયા, એ તો મોટા રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)