ચોર્યું હૈયું તેં તો મારું રે માડી, તારા વિના એમાં બીજું તને શું મળ્યું
હતી રે એ તો તારી અમાનત, આખર તને તો એ ધરવું હતું
હૈયા વિનાનો બનાવ્યો મને રે માડી, બદલામાં હૈયું તારું તો દેવું હતું
ચેન લૂંટી લીધું મારું રે માડી, ગોત્યું એને, જગમાં એ જડતું નથી
બનાવી દીધો બહાવરો મને રે માડી, તારા વિના બીજું સૂઝતું નથી
કરવી હતી હાલત આવી મારી રે માડી, પહેલાં તારે મને તો કહેવું હતું
ભુલાયું ભાન તનનું મારું રે માડી, તુજમાં એને તો રાખવું હતું
ખાધા ગડથોલા માયામાં ઘણા, સાથમાં તારે તો રહેવું હતું
કર્યો પોકાર ઘણો તને રે માડી, થોડું ભી મારું સાંભળવું હતું
રાતદિન નડતા નથી થાક તને રે માડી, હાલત મારી એવી તો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)