Hymn No. 2542 | Date: 25-May-1990
|
|
Text Size |
 |
 |
મન ચાહે છે કહેવા તને, ઘણું ઘણું રે માડી, બધું નથી તને કહી શક્તું
Mann Chaahe Che Kehva Tane, Ghanu Ghanu Re Maadi, Badhu Nathi Tane Kahi Shaktu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
મન ચાહે છે કહેવા તને, ઘણું ઘણું રે માડી, બધું નથી તને કહી શક્તું રહ્યું છે ફરતું ને ફરતું જગમાં તો બધે, આદત એની નથી છોડી રે શક્તું જાગ્યું જ્યારે, જે મનમાં ને હૈયામાં, તારાથી નથી એ છૂપું રહી શકતું જોઈએ છે શુદ્ધ ભાવ ને પ્રેમ તો સાચા, એના વિના તારી પાસે ના પહોંચી શક્તું કદી અહીં તો કદી રે બીજે, ના એક જગ્યાએ સ્થિર એ તો રહી શક્તું લે કદી એક નિર્ણય, ફેરવે પાછો, ના આગળ એ તો વધી રે શકતું ચાહે સાથ એ હૈયા ને બુદ્ધિનો પૂરો, ના સાથ પૂરો એને એ દઈ શક્તું રચે આશાના મિનારા એ તો ઘણા, કરવા પૂરા સ્થિર નથી એ રહી શક્તું મન સાથે તો માનવ કહેવાણો, ધ્યેય પ્રભુનું નથી એ સાધી શક્તું અસ્થિર રહી એ તો સ્થિરતા ચાહે, કદીએ ના એ તો બની શક્તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|