Hymn No. 2543 | Date: 26-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-26
1990-05-26
1990-05-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13532
અનંત જન્મોથી, બસ ચાલ્યા જ કર્યો છું, ચાલ્યા જ કર્યો છું, ચાલ્યા જ કર્યો છું
અનંત જન્મોથી, બસ ચાલ્યા જ કર્યો છું, ચાલ્યા જ કર્યો છું, ચાલ્યા જ કર્યો છું ચાલ્યો છું કેટલું ના યાદ છે એની, ચાલવાનું છે કેટલું, ના ખબર છે એની - બસ... લીધા વિસામા તો કેટલા, પડશે લેવા તો કેટલા, એની તો ખબર નથી - બસ... મળ્યા સાથીઓ કેટલા, પડતા રહ્યા એ તો છૂટા, એની તો યાદી નથી - બસ ... મંઝિલે હજી પહોંચ્યો તો નથી, પહોંચાશે ક્યારે, એની તો ખબર નથી - બસ... ક્ષિતિજો દેખાણી કદી તો પાસે, દૂર ને દૂર પાછી સરકતી રહી છે - બસ... જોયા દૃશ્યો કેટકેટલા, ના રહી ગણતરી એની, યાદ એની તો રહી નથી - બસ... ના નોંધ છે સમય વિતાવ્યાની, ના છે ખબર સમય તો બાકી નથી - બસ... લીધા વિસામા થાકતા, કળતર ઊતરી ના ઊતરી, શરૂ કરી પાછી મુસાફરી - બસ... છે પહોંચવું તો મંઝિલે, ના અટકશે મુસાફરી, ચાલ્યા જ કરું છું - બસ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anant janmothi, basa chalya j karyo chhum, chalya j karyo chhum, chalya j karyo chu
chalyo chu ketalum na yaad che eni, chalavanum che ketalum, na khabar che eni - basa ...
lidha visama to ketala, padashe leva to ketala, en to khabar nathi - basa ...
malya sathio ketala, padata rahya e to chhuta, eni to yadi nathi - basa ...
manjile haji pahonchyo to nathi, pahonchashe kyare, eni to khabar nathi - basa ...
kshitijo dekhani kadi to paase , dur ne dur paachhi sarakati rahi che - basa ...
joya drishyo ketaketala, na rahi ganatari eni, yaad eni to rahi nathi - basa ...
na nondha che samay vitavyani, na che khabar samay to baki nathi - basa ...
lidha visama thakata, kalatara utari na utari, sharu kari paachhi musaphari - basa ...
che pahonchavu to manjile, na atakashe musaphari, chalya j karu chu - basa ...
|