પ્રખર તપતાં સૂર્યને પણ, અસ્ત થવાનો વારો તો આવે છે
કાજળ ઘેરાં વાદળ ભી, સૂર્યપ્રકાશ ઢાંકી તો જાય છે
ઊછળતાં સાગરનાં મોજા ને તોફાનમાં, નાવ તો તરતી જાય છે
નિર્માણ થયું હોય જેવું તો જેનું, એવું તો થાતું રે જાય છે
સૂર્યને, ચંદ્રને પણ, પડછાયો પૃથ્વીનો તો, પ્રકાશ રોકી જાય છે
આકાશમાં તારા ને ગ્રહોની, સ્થિતિ તો બદલાતી જાય છે
હર ઋતુ ભી સમય સમય પર, અસર એની કરતી તો જાય છે
કંઈક જનમતા મરે, કંઈક તો લાંબુ આયુષ્ય ભોગવી જાય છે
કંઈક તો રહે દુઃખીના દુઃખી, કંઈક પાસે તો દુઃખ ના ફરકી જાય છે
સહુ સમય પર તો સિંહ બને, નહીંતર બકરી બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)