Hymn No. 2555 | Date: 30-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-30
1990-05-30
1990-05-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13544
અરે ઓ ઘટ ઘટના ઘાટ ઘડનારા, ઘડયાં તેં તનના તો ઘાટ મારા
અરે ઓ ઘટ ઘટના ઘાટ ઘડનારા, ઘડયાં તેં તનના તો ઘાટ મારા ઘડજે હવે તું મનના,ઘાટ મારા તો સાચા ભરી સુંદરતા જગમાં તો ઘણી, દેજે સાચી સુંદરતા તારી રે હૈયામાં મારા દેખાયે ભલે વિકૃત સ્વરૂપો તો કુદરતમાં, હરી લેજો વિકૃતિ તો હૈયામાંથી મારા ભરી સુવાસ ફૂલોમાં, મહેકાવી તો ક્યારી, મહેકાવી દેજો સુવાસથી તો જીવન અમારા મૂક્યા છે વિશ્વાસ તો તુજમાં, રાખજે અમને તુજમાં વિશ્વાસ રાખનારા દિલાસા મળ્યા જીવનમાં તો ખોટા, નથી જોઈતા હવે તો વધુ દિલાસા રહ્યા છે પગ તો ડગમગતા ને ડગમગતા, માગી રહ્યા છે તારી તો સ્થિરતા વળ્યું ના કાંઈ, મુકાવી મસ્તકે હાથ અન્યના, દેજે મૂકી હાથ તારો મસ્તકે તો મારા ના મળ્યો પ્યાર જગમાં તો સાચો, દઈ દેજે પ્યાર તારો તો સાચો જોઈતા નથી દર્શન હવે અન્યના, દઈ દે હવે તો દર્શન તારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are o ghata ghatana ghata ghadanara, ghadayam te tanana to ghata maara
ghadaje have tu manana, ghata maara to saacha
bhari sundarata jag maa to ghani, deje sachi sundarata taari re haiya maa maara
dekhaye bhale vikrita bhale vikrita svarupo to hudarati to
hudari hude phulomam, mahekavi to Kyari, mahekavi dejo suvasathi to JIVANA amara
mukya Chhe vishvas to tujamam, rakhaje amane tujh maa vishvas rakhanara
dilasa Malya jivanamam to Khota nathi joita have to Vadhu dilasa
rahya Chhe pag to dagamagata ne dagamagata, magi rahya Chhe taari to sthirata
valyum na kami, mukavi mastake haath anyana, deje muki haath taaro mastake to maara
na malyo pyaar jag maa to sacho, dai deje pyaar taaro to saacho
joita nathi darshan have anyana, dai de have to darshan taara
|