વરાળ બની હળવું બન્યું, વાદળ બની તું વિહરી રહ્યું
ભારી બની, અરે ઓ વર્ષાના બિંદુ તું વરસી ગયું
પાપ સંગ કરી વિચાર, તું બગડી ગયું, દુર્ભાગ્ય બની ટપકી ગયું
લોભે-લોભે તું સંઘરતું રહ્યું, દુર્ભાગ્ય તને તો લૂંટી ગયું
જોઈ રાહ, તું થાકી ગયું, રાહ ના જોઈ, અને તું વરસી ગયું
વાયુ તને જ્યાં ઘસડી ગયું, ક્યાં ને ક્યાં તું વરસી ગયું
પહાડોથી ટકરાઈ ગયું, પહાડો ભી તો ઓળંગી ગયું
વરસી-વરસી ધરતી પર, થંડક ધરતીને એ દેતું ગયું
ધરતી આનંદે લીલીછમ બની, વાતાવરણ ઉલ્લાસભર્યું બન્યું
તાપ ત્યાં ભુલાઈ ગયા, અનુભવ ઠંડકની મેળવતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)